ટોયલેટ ટીશ્યુની આડમાં ડુપ્લિકેટ સિગારેટનું મોટું કૌભાંડ ઝડપાયું.
ડિરેક્ટોરેટે ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના અમદાવાદ ઝોનલ યુનિટ (AZU)એ સિંગાપોરથી આવેલા કન્ટેનરમાંથી 19.87 કરોડની નકલી સિગારેટ પકડી. ટોયલેટ ટિશ્યુની આડમાં છુપાવેલ આ જથ્થો ઉત્તર પ્રદેશ જવાનારી કન્સાઇનમેન્ટમાંથી મળ્યો. IPR પ્રતિનિધિએ તપાસ કરતાં સિગારેટ નકલી હોવાનું સાબિત થયું.
ટોયલેટ ટીશ્યુની આડમાં ડુપ્લિકેટ સિગારેટનું મોટું કૌભાંડ ઝડપાયું.
અમેરિકાએ ભારતને પરત કરી 657 પ્રાચીન મૂર્તિઓ.
અમેરિકાએ ભારતને અંદાજે 120 કરોડ રૂપિયાથી($14 મિલિયન) પણ વધુની કિંમતની 657 જેટલી દુર્લભ અને પ્રાચીન મૂર્તિઓ પરત કરી છે. આ અમૂલ્ય વારસો સુભાષ કપૂર અને નેન્સી વીનર જેવા આંતરરાષ્ટ્રીય તસ્કર ગીરોહો દ્વારા ભારતમાંથી ચોરી કરીને અમેરિકા લઈ જવામાં આવ્યો હતો. ન્યૂયોર્કના મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રૈગ અને ભારતીય કોન્સ્યુલ જનરલ રાજલક્ષ્મી કદમની હાજરીમાં આ મૂર્તિઓ સોંપવા માટે એક વિશેષ સમારોહ યોજાયો હતો.
અમેરિકાએ ભારતને પરત કરી 657 પ્રાચીન મૂર્તિઓ.
'અમારું સોનું પાછું આપો', ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું?
ભારતીય રિઝર્વ બેન્કે(RBI) વિદેશમાંથી સોનું પરત લાવવાની પ્રક્રિયાને નોંધપાત્ર રીતે ઝડપી બનાવી છે. ઓક્ટોબર 2025થી માર્ચ 2026ના રિપોર્ટ અનુસાર, ભારતના કુલ 880.52 ટન સોનામાંથી હવે અંદાજે 77% એટલે કે 680 ટન સોનું દેશની અંદર જ રાખવામાં આવ્યું છે. જ્યારે 197.67 ટન સોનું હજુ પણ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે છે અને 2.8 ટન સોનું ડિપોઝિટ તરીકે રાખેલું છે. છેલ્લા માત્ર 6 મહિનામાં જ RBI દ્વારા 104.23 ટન સોનું ભારત પરત મંગાવી લેવામાં આવ્યું છે. માર્ચ 2023માં ભારત પાસે માત્ર 37% સોનું દેશમાં હતું, જે હવે વધીને 77% થઈ ગયું છે.
'અમારું સોનું પાછું આપો', ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું?
ઉત્તરાખંડમાં આદિ કૈલાસ યાત્રાનો શુભારંભ.
ઉત્તરાખંડના પિથોરાગઢમાં શિવ-પાર્વતી મંદિરના કપાટ ખુલ્યા, આદિ કૈલાસ યાત્રાનો શુભારંભ. 200થી વધુ શ્રદ્ધાળુઓ માઇનસ 1 ડિગ્રી તાપમાનમાં રવાના થયા. યાત્રા 5-7 દિવસમાં પૂરી થાય છે, ખર્ચ 25 હજારથી 1 લાખ રૂપિયા. PMના પ્રવાસ બાદ આકર્ષણ વધ્યું, સરહદી ગામોમાં આર્થિક બદલાવ.
ઉત્તરાખંડમાં આદિ કૈલાસ યાત્રાનો શુભારંભ.
દિલ્હી NCR માં વરસાદની આગાહી, અનેક રાજ્યોમાં હવામાન બદલાશે
દિલ્હી-NCR માં 3 થી 5 મે દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે, જે ગરમીમાં રાહત આપશે. ઉત્તર ભારતના રાજ્યો, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ હવામાન બદલાવવાની અને વરસાદની સંભાવના છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનની ચેતવણી અપાઈ છે.
દિલ્હી NCR માં વરસાદની આગાહી, અનેક રાજ્યોમાં હવામાન બદલાશે
વૃદ્ધાને બંધક બનાવી લૂંટ, કલર કામવાળાએ કરી રેકી, ગેંગ ઝડપાઈ.
વલસાડ LCB ને મોટી સફળતા મળી છે. વૃદ્ધાને બંધક બનાવી ચપ્પુની અણીએ લૂંટ ચલાવનાર ગેંગ ઝડપાઈ. ઘરની રેકી કરનાર કલર કામવાળો જ આરોપી નીકળ્યો. પોલીસે CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી ગેંગને દબોચી, મુદ્દામાલ રિકવર કર્યો. અજાણ્યા કામદારો પર રાખવી સાવચેતી જરૂરી.
વૃદ્ધાને બંધક બનાવી લૂંટ, કલર કામવાળાએ કરી રેકી, ગેંગ ઝડપાઈ.
હાઈપરસોનિક મિસાઈલ: ભારતની નવી ડિફેન્સ સિસ્ટમ, બ્રહ્મોસ કરતાં બમણી ઝડપ.
ભારત તેની સંરક્ષણ ક્ષમતાને મજબૂત કરવા માટે હાઈપરસોનિક મિસાઈલ ટેકનોલોજી પર ઝડપથી કામ કરી રહ્યું છે. DRDO ના જણાવ્યા અનુસાર, દેશ જલ્દી જ હાઈપરસોનિક ગ્લાઇડ મિસાઇલ અને હાઈપરસોનિક ક્રુઝ મિસાઇલથી સજ્જ થશે. આ મિસાઈલો સુપરસોનિક બ્રહ્મોસ કરતાં બમણી ઝડપી હશે અને તેને કોઈ ડિફેન્સ સિસ્ટમ રોકી શકશે નહીં. સ્ક્રેમજેટ એન્જિન પર આધારિત ક્રુઝ મિસાઈલના પરીક્ષણમાં પણ સફળતા મળી છે. સરકારની મંજૂરી બાદ 5 વર્ષમાં આ મિસાઈલ સિસ્ટમ સેનામાં સામેલ થશે.
હાઈપરસોનિક મિસાઈલ: ભારતની નવી ડિફેન્સ સિસ્ટમ, બ્રહ્મોસ કરતાં બમણી ઝડપ.
મિલકતની લાલચે પુત્ર-પુત્રવધૂએ બોલાવ્યા શાર્પ શૂટર્સ, દંપતીની હત્યા.
ફ્લાઈટમાં સિગારેટ પીનાર યુવકને 6 મહિનાની કેદ.
દિલ્હીથી બેંગ્લોર જતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં સિગારેટ પીવી યુવકને ભારે પડ્યું. સુરત કોર્ટે યુવકને 6 મહિનાની સખત કેદની સજા ફટકારી. આ ચુકાદો વિમાનમાં સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે લાલબત્તી સમાન છે. ફ્લાઈટમાં ધૂમ્રપાન હજારો ફૂટની ઊંચાઈએ આગ લાગવાનું જોખમ ઊભું કરીને સેંકડો લોકોના જીવ જોખમમાં મૂકે છે. કોર્ટના આ કડક વલણની પ્રશંસા થઈ રહી છે.
ફ્લાઈટમાં સિગારેટ પીનાર યુવકને 6 મહિનાની કેદ.
પુણેમાં માનવતા શર્મસાર: 4 વર્ષની બાળકી પર 65 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યું
મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ભોર તાલુકામાંથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં વેકેશન માણવા પોતાની નાનીના ઘરે આવેલી ચાર વર્ષની માસૂમ બાળકી પર એક 65 વર્ષીય વૃદ્ધે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની પથ્થરથી કચડીને હત્યા કરી નાખી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને તણાવની સ્થિતિ સર્જાઈ છે.શું છે સમગ્ર ઘટના?બાળકી ઉનાળાના વેકેશનમાં પોતાની નાનીના ઘરે આવી હતી.
પુણેમાં માનવતા શર્મસાર: 4 વર્ષની બાળકી પર 65 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યું
પોલીસ ગાડી પર રીલ: PI તપાસ કરશે
અમદાવાદમાં policeની 112 જનરક્ષક ગાડી પર બેસી 'તું ખીચ મેરી ફોટો' ગીત સાથે Reel બનાવવાનો viral video સાબરમતી રિવરફ્રન્ટ (ઇસ્ટ) વિસ્તારનો હોવાનું મનાય છે. PI B.P. રજિયાએ તપાસની ખાતરી આપી છે, પરંતુ ગાડી નંબર અને સ્પષ્ટ લોકેશન ન દેખાતાં તપાસમાં પડકાર છે. policeની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
પોલીસ ગાડી પર રીલ: PI તપાસ કરશે
વાસણામાં મહિલાની આત્મહત્યા: હેડ કોન્સ્ટેબલ પતિ સામે ગંભીર આરોપો.
અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં ગત 15મી એપ્રિલના રોજ ગીતાબા રાજપુરોહિત નામની મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જોકે, આ આત્મહત્યાનો મામલો હવે એક મોટા વિવાદમાં ફેરવાયો છે. મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ગીતાબાને તેમના પતિ દ્વારા અપાતા સતત શારીરિક અને માનસિક ત્રાસના કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું છે. ચોંકાવનારી વિગત એ છે કે આરોપી પતિ પોતે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
વાસણામાં મહિલાની આત્મહત્યા: હેડ કોન્સ્ટેબલ પતિ સામે ગંભીર આરોપો.
દેશના 9 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ.
ભીષણ ગરમી વચ્ચે દેશના ૯ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની આગાહીથી લોકોને રાહત મળશે. હવામાન વિભાગે બિહારમાં ઓરેન્જ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે, જેનાથી તાપમાનમાં ૩-૫°C નો ઘટાડો થશે. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં કરા અને તેજ પવનો સાથે વરસાદની શક્યતા છે. મે મહિનામાં સામાન્ય કરતા વધુ વરસાદની સંભાવના છે, જોકે ગુજરાત અને મહારાષ્ટ્રમાં હીટવેવની સ્થિતિ યથાવત રહી શકે છે. વરસાદી માહોલને પગલે લૂ અને ગરમીથી કામચલાઉ રાહત મળશે.
દેશના 9 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ.
નવસારીમાં કોંગ્રેસ ઉમેદવાર પર જાતિવાદી હુમલો!
ડાયમંડ હાર્બર, મગરાહાટની 15 બેઠકો પર પુનર્મતદાન.
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની 15 મતદાન બેઠકો પર EVM સાથે છેડછાડના આરોપ બાદ પુનર્મતદાન યોજાઈ રહ્યું છે. ફલતા વિસ્તારમાં 'કમળ' ચિહ્ન પર ટેપ લગાવવાના અને બૂથ કેપ્ચરિંગના આરોપો બાદ ચૂંટણી પંચે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 58(2) હેઠળ 29 એપ્રિલે થયેલ મતદાન રદ કરીને ફરીથી ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો છે. ફલતાના અન્ય 30 બૂથો પર પણ પુનર્મતદાનની શક્યતા છે.
ડાયમંડ હાર્બર, મગરાહાટની 15 બેઠકો પર પુનર્મતદાન.
વેરાવળ ચૂંટણીનો વેર, ભાજપ મંત્રી પર હુમલો.
બોટાદમાં લાંચ માંગનાર ASI સહિત બે ACBના હાથે રંગેહાથ ઝડપાયા.
ઉમરેઠના ધુળેટામાં 'વ્હોટ્સએપ સ્ટેટસ' મુદ્દે તલવારો ઉછળી, લોહિયાળ જંગમાં ચાર ઘાયલ.
ઉમરેઠના ધુળેટા ગામે 'વ્હોટ્સએપ સ્ટેટસ' જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ. તલવારો, લોખંડની ટામી અને પથ્થરોનો ઉપયોગ થતા ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તપાસ હાથ ધરી છે.
ઉમરેઠના ધુળેટામાં 'વ્હોટ્સએપ સ્ટેટસ' મુદ્દે તલવારો ઉછળી, લોહિયાળ જંગમાં ચાર ઘાયલ.
હેલ્મેટ દંડ, રોડના ખાડા અને ઓવરલોડ વાહનો પર ચિંતા
માર્ગ સલામતીના નામે માત્ર હેલ્મેટને ફરજિયાત કરી દંડ વસૂલવાની નીતિ સામે જનતામાં અનેક તર્કબદ્ધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. રોડ પરના જીવલેણ ખાડા-ખોદાણ અને બિસ્માર રસ્તાઓ અકસ્માતનું મુખ્ય કારણ બની રહ્યા છે. માત્ર હેલ્મેટ પહેરવાથી સુરક્ષા નથી મળતી, પરંતુ સુરક્ષિત રસ્તાઓ હોવા પણ એટલા જ અનિવાર્ય છે. બેફામ સ્પીડે દોડતા ઓવરલોડ વાહનો અને 'રોંગ સાઈડ'માં આવતા વાહનચાલકો સામે કડક કાર્યવાહીનો અભાવ માર્ગ સલામતીના દાવાઓ પર સવાલિયા નિશાન ઊભું કરે છે. તંત્રએ 'હેલ્મેટ ડ્રાઈવ' સાથે 'સેફ રોડ ડ્રાઈવ' પણ ચલાવવાની જરૂર છે.
હેલ્મેટ દંડ, રોડના ખાડા અને ઓવરલોડ વાહનો પર ચિંતા
FPIની રૂ. 60,847 કરોડની વેચવાલી : 2026માં આઉટફ્લો રૂ. 1.92 લાખ કરોડ
FPI એ એપ્રિલમાં ભારતીય શેરબજારમાંથી રૂ. ૬૦,૮૪૭ કરોડ (૬.૫ બિલિયન ડોલર) પાછા ખેંચી લીધા છે. જેની પાછળનું મુખ્ય કારણ વધતા ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ હતું. NSDLના ડેટા અનુસાર, ૨૦૨૬ના પ્રથમ ચાર મહિનામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા કુલ આઉટફ્લો રૂ. ૧.૯૨ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે, જે સમગ્ર વર્ષ ૨૦૨૫ માટે રૂ. ૧.૬૬ લાખ કરોડના આઉટફ્લો કરતા નોંધપાત્ર રીતે વધારે છે.
FPIની રૂ. 60,847 કરોડની વેચવાલી : 2026માં આઉટફ્લો રૂ. 1.92 લાખ કરોડ
દારૂ પીને વિધાનસભામાં આવ્યા CM માન?
રાઘવ ચઢ્ઢા સહિત AAPના 7 સાંસદો ભાજપમાં જોડાતા પંજાબના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિરોધ પક્ષો સાથે આરોપ-પ્રતીઆરોપ વચ્ચે CM ભગવંત માનએ વિધાનસભાનું ખાસ સત્ર બોલાવ્યું. તેમણે કહ્યું કે સરકાર પાસે full majority છે અને ગમે ત્યારે સાબિત કરવા તૈયાર છે. વિપક્ષના નેતા પ્રતાપસિંહ બાજવાએ સત્ર દરમિયાન elco meter અને dope testingની માંગણી કરી.
દારૂ પીને વિધાનસભામાં આવ્યા CM માન?
ન્યૂક્લિયર સબમરીન બનાવનાર ભારત, કોમર્શિયલ જહાજ બનાવવામાં પાછળ.
ભારત INS અરિહંત બનાવે છે, પરંતુ કોમર્શિયલ જહાજ નિર્માણમાં વૈશ્વિક બજારમાં 1% થી ઓછો હિસ્સો ધરાવે છે. ચીન અને સાઉથ કોરિયા 80% બજાર પર કબજો ધરાવે છે. ભારતીય બેંકોના ઊંચા વ્યાજદરો શિપયાર્ડ્સ માટે મુશ્કેલી ઊભી કરે છે, જ્યારે વાર્ષિક 90 અબજ રૂપિયા ભાડું ચૂકવવું પડે છે.
ન્યૂક્લિયર સબમરીન બનાવનાર ભારત, કોમર્શિયલ જહાજ બનાવવામાં પાછળ.
E25 ઇંધણ પહેલાં પરીક્ષણ જરૂરી, ઓટો ઉદ્યોગની માંગ.
ભારતમાં ૨૪૦ મિલિયન ટુ-વ્હીલર અને ૪૦ મિલિયન કાર E25 ઇંધણ પર કેવી રીતે ચાલશે તે અંગે ઓટોમેકર્સ ચિંતિત છે. E20ની સમયમર્યાદા લંબાવાઈ રહી છે. ૨૦૨૬ સુધીમાં E25માં સંક્રમણ માટે સરકારી એજન્સીઓ દ્વારા પરીક્ષણ અને જાગૃતિ, યોગ્ય કિંમત, અને ઓટોમેકર્સનું માર્ગદર્શન જરૂરી છે.
E25 ઇંધણ પહેલાં પરીક્ષણ જરૂરી, ઓટો ઉદ્યોગની માંગ.
ઓટો ક્ષેત્રમાં તેજી: એપ્રિલમાં 4.5 લાખ કાર વેચાઈ.
નવા નાણાકીય વર્ષની શરૂઆત ઓટો ઇન્ડસ્ટ્રીઝ માટે ઉત્સાહજનક રહી છે. એપ્રિલમાં પેસેન્જર વાહનોનું વેચાણ 4.5 લાખ યુનિટ્સ નોંધાયું, જે ગત વર્ષ કરતાં 27% વધુ છે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, ટાટા, મહિન્દ્રા, ટોયોટા, કિયા, ફોર્સ મોટર્સ અને નિસાન મોટર ઇન્ડિયા જેવી અગ્રણી કંપનીઓએ વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે, જેમાં BMW F 450 GSની રજૂઆત પણ સામેલ છે.
ઓટો ક્ષેત્રમાં તેજી: એપ્રિલમાં 4.5 લાખ કાર વેચાઈ.
વર્તમાન મોસમમાં અપાયેલી છૂટના માત્ર 50% જ ખાંડ નિકાસ થવા સંભવ.
૨૦૨૫-૨૬ના ઓકટોબરથી સપ્ટેમ્બરની વર્તમાન ખાંડ મોસમમાં સરકાર દ્વારા એકંદરે મંજુર કરાયેલા ૧૫.૮૭ લાખ ટન ખાંડ નિકાસ કવોટામાંથી પચાસ ટકા જેટલી જ ખાંડની નિકાસ શકય બનશે તેમ સરકારી સુત્રો માની રહ્યા છે. ખાંડના વૈશ્વિક ભાવો નીચા પ્રવર્તતા હોવાથી વિશ્વ બજારમાં ભારત માટે ખાંડ નિકાસ કરવાનું મુશકેલ છે.વર્તમાન મોસમ માટે સરકારે પહેલા પંદર લાખ ખાંડ નિકાસની પરવાનગી આપી હતી. ત્યારબાદ વધુ પાંચ લાખની છૂટ આપવા નિર્ણય લેવાયો હતો.
વર્તમાન મોસમમાં અપાયેલી છૂટના માત્ર 50% જ ખાંડ નિકાસ થવા સંભવ.
મેહસાણાના ખંડોસણ ગામે જેટકો ટાવર પડતા કામદારનું મોત
ખંડોસણ ગામમાં જેટકો ટાવર પડતાં કામદાર અંકુશભાઈ રમણભાઈનું મોત થયું. જગદીશભાઈ રામજીભાઈને પણ ઈજાઓ થઈ. Supervisor અને JETCO અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. વિસનગર તાલુકા પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે. Safety rules નું પાલન થયું છે કે કેમ તેની FSL અને Technical અધિકારીઓ દ્વારા તપાસ કરાશે. Contractor મેસર્સ ભાડજા પાવર ટ્રાન્સ પ્રા.લિ. ની કામગીરી દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.
મેહસાણાના ખંડોસણ ગામે જેટકો ટાવર પડતા કામદારનું મોત
ભારતમાં શ્રામિકોની સુખાકારી માટે સરકારના શ્રેણીબદ્ધ પગલાં.
૧લી મે વર્લ્ડ લેબર ડે તરીકે ઉજવાય છે. વિશ્વમાં ગરીબી અને મજૂરોની દયનીય હાલત વચ્ચે ભારતમાં સરકાર શ્રામિકોની સુખાકારી માટે શ્રેણીબદ્ધ પગલાં લઈ રહી છે. લઘુતમ વેતન, ૪ નવા લેબર કૉડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, LPG, પીવાનું પાણી, અને સામાજિક સુરક્ષા જેવી યોજનાઓ દ્વારા મજૂરોને લાભ અપાઈ રહ્યો છે.
ભારતમાં શ્રામિકોની સુખાકારી માટે સરકારના શ્રેણીબદ્ધ પગલાં.
પાટણના શંખેશ્વર નજીક રૂની પાસે ST બસ હેઠળ ત્રણ પશુઓના મોત.
શંખેશ્વર તાલુકામાં રૂની પાસે એસટી બસની અડફેટે ત્રણ દુધાળા પશુઓના મોત નીપજ્યા હતા. રાણીપ-અમદાવાદ-ભુજ એસટી બસ ભુજ તરફ જતી હતી ત્યારે અચાનક રોડ પર આવેલા ભેંસોના ટોળા સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ ભેંસોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને એક પાડી ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનાથી પશુપાલક પરિવારને મોટું આર્થિક નુકસાન થયું હતું.