ખાટૂ શ્યામજી દર્શન જતા શ્રદ્ધાળુઓની કાર તળાવમાં પડી, 5ના મોત
ખાટૂ શ્યામજી દર્શન જતા શ્રદ્ધાળુઓની કાર તળાવમાં પડી, 5ના મોત
Published on: 25th July, 2026

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં ખાટૂ શ્યામજીના દર્શન માટે નીકળેલા 5 શ્રદ્ધાળુઓના દુ:ખદ મોત થયા છે. ખુજનેર થાણા વિસ્તારમાં, MP09-CC-6414 નંબરની કાર ભીલખેડી જોળ પાસે અનિયંત્રિત થઈને રોડ કિનારે આવેલા તળાવમાં ખાબકી હતી. કાર અતિશય તેજ ગતિએ જઈ રહી હતી, જેના કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો. આ દુર્ઘટનામાં શાજાપુરના અરંડિયા અને અરંડિયા ખુર્દ ગામના તમામ મૃતકો પરિવારજનોના જણાવ્યા મુજબ, શ્રદ્ધાળુઓ દર્શન માટે નીકળ્યા હતા. હાલ પોલીસ તપાસ કરી રહી છે.