કોલકાતામાં મમતા બેનર્જી પર મહિલા પોલીસને ધક્કો મારવાનો આરોપ
કોલકાતામાં મમતા બેનર્જી પર મહિલા પોલીસને ધક્કો મારવાનો આરોપ
Published on: 25th July, 2026

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી એક નવા રાજકીય વિવાદમાં ઘેરાયા છે. NEET પેપર લીકના વિરોધમાં યોજાયેલી રેલી દરમિયાન, ડ્યુટી પર તૈનાત કલકત્તા પોલીસની મહિલા કર્મચારીને ધક્કો મારતા તેઓ જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના પદ્મપુરા વિસ્તારમાં બની હતી, જ્યાં TMCની વિદ્યાર્થી પાંખ દ્વારા યોજાયેલી માર્ચ વખતે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે મંજૂરી રદ કર્યા બાદ હાઈકોર્ટે પણ રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. મમતા બેનર્જીએ પોલીસ દ્વારા ધક્કામુક્કી અને કાર્યકર્તાઓની અટકાયતનો આરોપ લગાવ્યો હતો.