મુંબઈના ચર્ચગેટ ઇનકમટેક્સ બિલ્ડિંગમાં આગ
મુંબઈના ચર્ચગેટ ઇનકમટેક્સ બિલ્ડિંગમાં આગ
Published on: 18th August, 2026

મુંબઈના ચર્ચગેટ સ્થિત ઇનકમટેક્સ આયકર ભવનના બેઝમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સેન્ટ્રલી ACને કારણે ધુમાડો સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ખાસ સીડી અને બારીઓનો ઉપયોગ કરીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. લગભગ ૧૫ થી વધુ લોકોને પહેલા અને બીજા માળેથી, જ્યારે આઠ લોકોને ટેરેસ પરથી બચાવવામાં આવ્યા. આગની તીવ્રતા જોતાં તેને લેવલ-ટુ જાહેર કરાઈ હતી. બેઝમેન્ટમાં રેકોર્ડ સહિત અન્ય સામગ્રીને નુકસાન થયું.