આયાતુલ્લાહ ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ!
આયાતુલ્લાહ ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ!
Published on: 24th June, 2026

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. ખામેનેઈના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ 4 થી 9 જુલાઈ 2026 દરમિયાન તેહરાન, કોમ અને મશહદ શહેરોમાં યોજાશે. તેમના પાર્થિવ દેહને જનતાના દર્શન માટે પણ રાખવામાં આવશે. ઇરાન આ કાર્યક્રમને રાષ્ટ્રીય એકતા અને શક્તિના પ્રદર્શન તરીકે રજૂ કરી રહ્યું છે. અંદાજે 2 કરોડ લોકો આ ભવ્ય અંતિમ વિધિમાં ભાગ લે તેવી શક્યતા છે.