મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી!
મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી!
Published on: 24th June, 2026

મહારાષ્ટ્રમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું સત્તાવાર આગમન થતાં મુંબઈમાં ભારે વરસાદ શરૂ થયો છે. મુશળધાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. અંધેરી સબવે પાણીમાં ગરકાવ થતાં BMCએ તેને બંધ કરી દીધો છે. છેલ્લા કેટલાક કલાકોમાં 71થી 99 મીમી વરસાદ નોંધાયો છે. IMDએ વધુ ભારે વરસાદની આગાહી કરી છે. 13 દિવસ મોડું પહોંચેલા ચોમાસાથી ગરમીથી રાહત મળી છે, પરંતુ જળજમાવની સમસ્યા પણ ઊભી થઈ છે.