ગાંગરોન કિલ્લો: પાયા વગર દાયકાઓથી અડીખમ
ગાંગરોન કિલ્લો: પાયા વગર દાયકાઓથી અડીખમ
Published on: 19th September, 2026

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં આહુ અને કાલી સિંધ નદીઓના સંગમ પર સ્થિત ગાંગરોન કિલ્લો, ભારતીય સ્થાપત્ય અને શૌર્યનું પ્રતીક છે. 2013માં UNESCO World Heritage Site જાહેર થયેલ આ કિલ્લો ત્રણ બાજુ પાણી અને એક બાજુ ખાઈથી સુરક્ષિત હોવાથી `જલ-દુર્ગ' કહેવાય છે. 7મીથી 14મી સદીમાં નિર્મિત આ કિલ્લો, કોઈ પાયો ખોદ્યા વિના સીધો વિંધ્યાચળ પર્વતમાળાના ખડકો પર બનેલો છે. 14 યુદ્ધો અને 2 જોહરનો સાક્ષી રહેલો આ કિલ્લો, શૌર્ય, ત્યાગ, રહસ્ય અને કુદરતી સૌંદર્યનું અનોખું મિશ્રણ છે.