મહારાષ્ટ્ર બોર્ડ ધો.૧૦, ૧૨ની ૨૦૨૭ પરીક્ષાનું સંભવિત ટાઇમટેબલ જાહેર
મહારાષ્ટ્ર બોર્ડ ધો.૧૦, ૧૨ની ૨૦૨૭ પરીક્ષાનું સંભવિત ટાઇમટેબલ જાહેર
Published on: 19th September, 2026

મહારાષ્ટ્ર બોર્ડે ધો.૧૦ અને ૧૨ની ૨૦૨૭ની વાર્ષિક પરીક્ષાઓ માટે સંભવિત ટાઇમટેબલ જાહેર કર્યું છે. ધો.૧૨ની લેખિત પરીક્ષા ૮ ફેબ્રુઆરીથી જ્યારે ધો.૧૦ની પરીક્ષા ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થશે. ધો.૧૨ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ ૨૦ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી અને ધો.૧૦ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ ૨૮ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે. રાજ્યના તમામ ૯ વિભાગીય બોર્ડ આ પરીક્ષાઓ લેશે, જે વિદ્યાર્થીઓને યોગ્ય આયોજન કરવામાં મદદ કરશે.