ઊચી આયાત ડયુટીને પગલે  સોનાની માંગમાં દસ ટકા ઘટાડાની સંભાવના.
ઊચી આયાત ડયુટીને પગલે સોનાની માંગમાં દસ ટકા ઘટાડાની સંભાવના.
Published on: 14th May, 2026

સોના, ચાંદી તથા પ્લેટિનમ પર કસ્ટમ્સ ડયૂટી વધારવાના સરકારના નિર્ણયને પરિણામે વર્તમાન નાણાં વર્ષમાં દેશમાં સોનાની માગમાં ૧૦% જેટલો ઘટાડો જોવા મળવાની ધારણાં રાખવામાં આવે છે. વર્તમાન નાણાં વર્ષમાં જ્વેલરી માગમાં ૫-૭ ટકા જ્યારે એકંદર માગ ૧૦% જેટલી ઘટવાનો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (ઈબજા)ના  મહામંત્રી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું.સોનાચાંદીની વધી રહેલી આયાત પર અંકૂશ લાવીને આયાત બિલ ઘટાડવાના હેતુ સાથે સરકારે સોનાચાંદી પરની આયાત ડયૂટી ૬ ટકા પરથી વધારી ૧૫ ટકા કરી છે.