કરોડો કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ, શું છે સરકારનો પ્લાન?
કરોડો કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ, શું છે સરકારનો પ્લાન?
Published on: 17th July, 2026

કેન્દ્ર સરકાર દેશના કરોડો કર્મચારીઓની નિવૃત્તિ સુરક્ષાને મજબૂત કરવા EPFO 3.0 અંતર્ગત એક નવી પેન્શન યોજના લાવવાનો પ્રસ્તાવ ધરાવે છે. આ યોજના ગિગ વર્કર્સ, પ્લેટફોર્મ વર્કર્સ, અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ અને રૂ.15,000થી વધુ પગાર ધરાવતા ખાનગી કર્મચારીઓને આવરી લેશે. આ નવી યોજના હેઠળ દરેક સભ્યનું ડિજિટલ પ્લેટફોર્મ પર એક અલગ પેન્શન ખાતું હશે, જેમાં કર્મચારી, માલિક અને સરકારનું યોગદાન જમા થશે. 60 વર્ષની ઉંમર પૂરી થવા પર આ રકમ માસિક પેન્શનમાં બદલી શકાશે. 55 વર્ષની ઉંમરે સભ્યોને પોતાની બચતનો ઉપયોગ કેવી રીતે કરવો તે નક્કી કરવાનો મોકો મળશે.