અભિજિત દીપકેનો ભાજપને પડકાર: હું સ્કોલરશીપ લેટર બતાવવા તૈયાર, શું નેતાઓ ડિગ્રી બતાવશે?
અભિજિત દીપકેનો ભાજપને પડકાર: હું સ્કોલરશીપ લેટર બતાવવા તૈયાર, શું નેતાઓ ડિગ્રી બતાવશે?
Published on: 03rd August, 2026

અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને ભાજપના નેતાઓને પડકાર ફેંક્યો છે. તેઓ પોતાના અભ્યાસ સંબંધિત સ્કોલરશિપ અને એજ્યુકેશન લોનના દસ્તાવેજો બતાવવા તૈયાર છે, પરંતુ ભાજપના નેતાઓને તેમની ડિગ્રી જાહેર કરવાની માંગ કરી છે. આ વીડિયો સુરતના એક RTI કાર્યકર્તા દ્વારા તેમના પિતાની આર્થિક સ્થિતિ, CJPના લીગલ ડિફેન્સ ફંડ અને કપિલ સિબ્બલ દ્વારા જાહેર કરાયેલા 1 કરોડ રૂપિયાના યોગદાનની તપાસની માંગ બાદ સામે આવ્યો છે. દીપકેએ પૂછ્યું કે, જો સામાન્ય પરિવારનો દીકરો બોસ્ટન યુનિવર્સિટીમાં ભણે તો કોને તકલીફ?