સતત 6ઠ્ઠા મહિને છૂટક ફુગાવો વધ્યો, જાણો કઈ વસ્તુઓ થઈ મોંઘી?
સતત 6ઠ્ઠા મહિને છૂટક ફુગાવો વધ્યો, જાણો કઈ વસ્તુઓ થઈ મોંઘી?
Published on: 13th July, 2026

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. જૂન 2026 માં છૂટક ફુગાવો 4.38% પર પહોંચ્યો, જે મે મહિનાના 3.93% કરતાં વધુ છે. આ ભારતીય રિઝર્વ બેંક (RBI) ના 4% ના લક્ષ્યાંક કરતાં પણ વધારે છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) ના રિપોર્ટ મુજબ, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલો વધારો મુખ્ય કારણ છે. ખાદ્ય ફુગાવાનો દર 5.32% થયો છે. આદુ (50.41%) અને ટામેટાં (31.92%) ના ભાવ ખૂબ વધ્યા છે. જોકે, બટાકા (-20.34%) અને જીરું (-3.75%) જેવી વસ્તુઓમાં ભાવ ઘટ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી વધુ જોવા મળી છે. તેલંગાણા (6.36%) સૌથી મોંઘું રાજ્ય રહ્યું.