ટીમ ઈન્ડિયાના વૈભવને રોકવા આયરલેન્ડે શોધ્યું બ્રહ્માસ્ત્ર!
ટીમ ઈન્ડિયાના વૈભવને રોકવા આયરલેન્ડે શોધ્યું બ્રહ્માસ્ત્ર!
Published on: 25th June, 2026

રાજસ્થાનના ટોંકના વતની ઓલરાઉન્ડર જય મૂંદડા ભારત સામેની આગામી આયર્લેન્ડ ટી20 શ્રેણીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. ઉચ્ચ અભ્યાસ માટે આયર્લેન્ડ ગયેલા જયએ ત્યાંની નાગરિકતા મેળવી ક્રિકેટ કારકિર્દી આગળ વધારી હતી. તેમની પ્રતિભાના આધારે આયર્લેન્ડની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું છે. તેઓ સિમી સિંહ બાદ આયર્લેન્ડ તરફથી રમનાર બીજા ભારતીય મૂળના ક્રિકેટર બન્યા છે. જયની આ સિદ્ધિથી તેમના પરિવારજનો તેમજ ક્રિકેટપ્રેમીઓમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.