પાસપોર્ટ સેવાઓ મોંઘી: 1 જુલાઈથી લાગુ થશે નવા
પાસપોર્ટ સેવાઓ મોંઘી: 1 જુલાઈથી લાગુ થશે નવા
Published on: 25th June, 2026

કેન્દ્ર સરકારે પાસપોર્ટ અને તેની સંબંધિત સેવાઓના ચાર્જમાં નોંધપાત્ર વધારો કર્યો છે. 1 જુલાઈ, 2026 થી આ નવા દરો લાગુ થશે. પાસપોર્ટ (સુધારા) નિયમો, 2026 હેઠળ, નવા પાસપોર્ટ બનાવવા, જૂના પાસપોર્ટનું રિન્યુઅલ કરાવવા અથવા અન્ય સંબંધિત સેવાઓ માટે હવે વધુ ફી ચૂકવવી પડશે. આ ફેરફારથી સામાન્ય નાગરિકો માટે પાસપોર્ટ મેળવવો લગભગ 2,000 રૂપિયા સુધી મોંઘો થઈ શકે છે. જૂની ફી સિસ્ટમ નાબૂદ કરીને નવી ચાર્જ યાદી લાગુ કરવામાં આવશે.