મમતા બેનરજીને 400 કરોડનો ફટકો, કલકત્તા હાઇકોર્ટે બેંક ખાતાઓ પરનો પ્રતિબંધ યથાવત
મમતા બેનરજીને 400 કરોડનો ફટકો, કલકત્તા હાઇકોર્ટે બેંક ખાતાઓ પરનો પ્રતિબંધ યથાવત
Published on: 20th July, 2026

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીને કાનૂની મોરચે મોટો ઝટકો લાગ્યો છે. કલકત્તા હાઇકોર્ટે મની લોન્ડરિંગ (PMLA) કેસ હેઠળ ED દ્વારા ફ્રીઝ કરાયેલા તેમના બેંક ખાતાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ રાજકીય અને કાનૂની સંકટ એવા સમયે આવ્યું છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસ પક્ષ બે જૂથોમાં વહેંચાઈ ચૂક્યો છે. હેલિકોપ્ટર અને વિમાન ખરીદીમાં કરોડોની શંકાસ્પદ લેવડદેવડના મામલે હાઇકોર્ટે બેંક ખાતાઓ પરનો પ્રતિબંધ હટાવવાની અરજી ફગાવી દીધી છે. આ સમગ્ર વિવાદ કેરવેલ એવિએશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને તેની સાથે જોડાયેલી કંપનીઓ વચ્ચે થયેલા શંકાસ્પદ વ્યવહારો સાથે સંકળાયેલો છે.