કોલકત્તાની હોટલમાં ભીષણ આગ: નવ લોકોના મૃત્યુ
કોલકત્તાની હોટલમાં ભીષણ આગ: નવ લોકોના મૃત્યુ
Published on: 19th August, 2026

કોલકત્તાના મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ પર આવેલી એક હોટલમાં રાત્રે ભીષણ આગ લાગી. આ દુર્ઘટનામાં નવ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં તબીબી સારવાર માટે આવેલા બાંગ્લાદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. ઘટના સમયે મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા. ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી આગ પર કાબૂ મેળવી લીધો છે. આગનું કારણ હાલ અસ્પષ્ટ છે.