કોલકાતા હોટલ આગ: સારવાર માટે આવેલા 9 બાંગ્લાદેશી નાગરિકોના દુઃખદ મોત
કોલકાતા હોટલ આગ: સારવાર માટે આવેલા 9 બાંગ્લાદેશી નાગરિકોના દુઃખદ મોત
Published on: 19th August, 2026

પશ્ચિમ બંગાળના કોલકાતામાં મંગળવારે મોડી રાત્રે એક હોટલમાં ભીષણ આગ લાગતાં 9 બાંગ્લાદેશી નાગરિકોના મૃત્યુ થયા છે અને 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ બાંગ્લાદેશી નાગરિકો મેડિકલ સારવાર માટે કોલકાતા આવ્યા હતા. આગ લગભગ 2 વાગ્યે લાગી હતી અને ધુમાડાના કારણે અનેક લોકો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી અને તપાસ શરૂ કરાઈ છે.