જમ્મુ-કાશ્મીરમાં 150 બાંગ્લાદેશીઓનું દેશનિકાલ, એરફોર્સ વિમાનથી બાગડોગરા મોકલાયા
જમ્મુ-કાશ્મીરમાં 150 બાંગ્લાદેશીઓનું દેશનિકાલ, એરફોર્સ વિમાનથી બાગડોગરા મોકલાયા
Published on: 05th October, 2026

જમ્મુ-કાશ્મીરમાં ગેરકાયદે રીતે રહેતા 150 બાંગ્લાદેશી નાગરિકોને ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન મારફતે પશ્ચિમ બંગાળના બાગડોગરા મોકલવામાં આવ્યા. શ્રીનગર પોલીસ દ્વારા ઓળખ કરાયેલા આ નાગરિકોને બાગડોગરા પહોંચ્યા બાદ સીમા સુરક્ષા દળ (BSF)ને સોંપવામાં આવ્યા છે, જેથી તેમને બાંગ્લાદેશ પરત મોકલવાની કાયદેસર પ્રક્રિયા પૂર્ણ થઈ શકે. આ કાર્યવાહી ચાલુ રહેશે અને 7 ઓક્ટોબરે વધુ એક જૂથને દેશનિકાલ કરવામાં આવશે. સત્તાવાર આંકડા મુજબ 504 બાંગ્લાદેશીઓ ઓળખાયા છે.