સપ્ટેમ્બરના તહેવારોમાં અમદાવાદ રેલવે ડિવિઝનમાં 2,407 ટિકિટ વગરના મુસાફરો પકડાયા, 24.60 લાખ દંડ વસૂલાયો
સપ્ટેમ્બરના તહેવારોમાં અમદાવાદ રેલવે ડિવિઝનમાં 2,407 ટિકિટ વગરના મુસાફરો પકડાયા, 24.60 લાખ દંડ વસૂલાયો
Published on: 05th October, 2026

અમદાવાદ ડિવિઝનમાં તહેવારોની ભીડનો લાભ ઉઠાવતા ટિકિટ વગરના મુસાફરો સામે વિશેષ ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું. સપ્ટેમ્બર મહિનામાં કુલ 14 વખત થયેલા આ ચેકિંગ દરમિયાન 2,407 મુસાફરો ટિકિટ વગર મુસાફરી કરતા મળી આવ્યા હતા, જેમના પાસેથી 24.60 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. આ સમયગાળા દરમિયાન 25 સ્પેશિયલ ટ્રેન ફેરા દોડાવવામાં આવ્યા, જેનાથી લગભગ 36 હજાર મુસાફરોને લાભ થયો અને રેલવેને 3.02 કરોડની આવક થઈ. સ્વચ્છતા જાળવણી માટે 1.27 લાખનો દંડ અને ધૂમ્રપાન માટે 32 હજારનો દંડ પણ વસૂલવામાં આવ્યો.