મધ્યપ્રદેશના મંડલામાં ગણેશ પંડાલમાં કરંટ, 4 ભક્તોના મોત
મધ્યપ્રદેશના મંડલામાં ગણેશ પંડાલમાં કરંટ, 4 ભક્તોના મોત
Published on: 26th September, 2026

મધ્યપ્રદેશના મંડલા જિલ્લાના નૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હીરાપુર ગામમાં ગણેશ વિસર્જન બાદ ગંભીર દુર્ઘટના બની. ગણેશ પંડાલમાં વીજળીનો કરંટ ફેલાતા 4 ભક્તોના મોત થયા છે, જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે. ગણેશ વિસર્જન બાદ પંડાલના મંચ પર સૂઈ રહેલા લોકો કરંટની ચપેટમાં આવી ગયા હતા. શોર્ટ સર્કિટ કે તાર તૂટવાથી આ ઘટના બની હોવાની આશંકા છે. પોલીસ અને પ્રશાસન દ્વારા મામલે તપાસ હાથ ધરાઈ છે.