પાટણમાં વન્યજીવો માટે હવાડા તૈયાર, પણ પાણી વિના તરસ્યા: વન વિભાગની ઢીલી નીતિ?
પાટણમાં વન્યજીવો માટે હવાડા તૈયાર, પણ પાણી વિના તરસ્યા: વન વિભાગની ઢીલી નીતિ?
Published on: 13th June, 2026

પાટણના સાંતલપુર તાલુકાના પીપરાળામાં વન્યજીવોને પીવાનું પાણી મળી રહે તે હેતુથી વન વિભાગ દ્વારા ચાર હવાડા અને કુંડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, હવાડાઓ હજુ સુધી ભરવામાં આવ્યા નથી, જેના કારણે તે શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે. ૧૫ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વન વિભાગ અધૂરી કામગીરીનું કારણ આપી વિલંબ કરી રહ્યું છે. કાળઝાળ ગરમીમાં પાણી વિના રઝળતા પશુઓ માટે આ પરિસ્થિતિ ગંભીર ચિંતાનો વિષય છે.