ચાંદીના ભાવમાં પ્રચંડ ઉછાળાની 'ભવિષ્યવાણી'
ચાંદીના ભાવમાં પ્રચંડ ઉછાળાની 'ભવિષ્યવાણી'
Published on: 13th September, 2026

ઘરેલુ બજારમાં ચાંદીની કિંમત 3.20 થી 3.25 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી શકે છે. જાન્યુઆરી પછી ઘટાડા બાદ હવે તેજીની પૂરી સંભાવના છે. નિષ્ણાતો માને છે કે જૂના સર્વોચ્ચ સ્તરે પહોંચવામાં સમય લાગી શકે છે, કારણ કે અગાઉની તેજી સટ્ટાકીય પ્રવૃત્તિ અને ETF ખરીદીને કારણે હતી. જાન્યુઆરી 2026 માં ભાવ 4 લાખથી 4.25 લાખ સુધી પહોંચ્યા હતા, પરંતુ આ અસ્થિરતા ટકાવી મુશ્કેલ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે 90-95 ડોલર પ્રતિ ઓંસના સ્તર સાથે ભારતમાં 3.20-3.25 લાખ રૂપિયાનો અંદાજ છે, જે રોકાણકારો માટે સારી તક છે.