'ડોલરિયો' ડિઝીઝ  : દેશની આર્થિક તબિયતને આખરે થયું છે શું?
'ડોલરિયો' ડિઝીઝ : દેશની આર્થિક તબિયતને આખરે થયું છે શું?
Published on: 17th May, 2026

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા- મહાન સંસ્કૃતિના બણગા ફૂંકીને વિશ્વગુરુ થવાના તોરમાં જગત તો નથી ભોળવાયું, પણ આપણે જાતને છેતરીએ છીએ એટલે ભૂલી જઈએ છીએ કે - હજુ આપણે અનેક બાબતોમાં દુનિયા પર આધારિત અને મોટા ભાગની પ્રજા જીવવા માટે સંઘર્ષ કરતી હોય એવું રાષ્ટ્ર છીએ!જુ લાઈ ૧૯૪૪માં અમેરિકાના ન્યુ હેમ્પશાયરના બ્રેટનવૂડ્સ ખાતે એક બેઠક મળી હતી. જેવું તેવું સંમેલન નહોતું. ૪૪ દેશોના પ્રતિનિધિઓ એમાં હતા.