10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની ચલણી નોટ ક્યારે આવશે?
10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની ચલણી નોટ ક્યારે આવશે?
Published on: 05th August, 2026

ભારતીય રિઝર્વ બેંક (RBI) 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક કરન્સી નોટ નાણાકીય વર્ષ 2028 (FY28) ની શરૂઆતમાં બજારમાં લાવશે. આ અંગે RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી છે. કેન્દ્ર સરકારે 100-100 કરોડ (એક-એક અબજ) પોલિમર નોટના ફિલ્ડ ટ્રાયલ માટે મંજૂરી આપી દીધી છે. આ પોલિમર નોટનો પાયલોટ પ્રોજેક્ટ હાલ પ્રક્રિયા હેઠળ છે. જો ટ્રાયલ સફળ રહેશે તો તેને કાયમી ધોરણે બહાર પાડવામાં આવશે. જૂની કાગળની નોટ ચાલુ રહેશે.