CJI સૂર્યકાંતનું યુવા પ્રદર્શન પર નિવેદન: સજા નહીં, કાઉન્સેલિંગની જરૂર
CJI સૂર્યકાંતનું યુવા પ્રદર્શન પર નિવેદન: સજા નહીં, કાઉન્સેલિંગની જરૂર
Published on: 05th August, 2026

દિલ્હીમાં CJP દ્વારા યોજાયેલા પ્રદર્શન મુદ્દે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી છે. અરજીમાં પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી અને 7 દિવસની સામાજિક સેવાની સજાની માંગ કરવામાં આવી છે. CJI સૂર્યકાંતે પોલીસને સંયમ જાળવવા અને યુવાનો સાથે સંવાદ સાધવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, ભટકેલા યુવાનો પર લાઠીચાર્જ ન કરવો જોઈએ, તેમને પ્રેમથી સમજાવવા અને કાઉન્સેલિંગ આપવું જરૂરી છે. કડક વલણથી સમાજમાં તણાવ વધશે. યુવાનો કેમ વિરોધ કરી રહ્યા છે તે સાંભળવું જોઈએ.