બોયફ્રેન્ડ લગ્નની ના પાડતા યુવતી 50 ફૂટ ઊંચા વીજ ટાવર પર ચઢી
બોયફ્રેન્ડ લગ્નની ના પાડતા યુવતી 50 ફૂટ ઊંચા વીજ ટાવર પર ચઢી
Published on: 24th September, 2026

મુંબઈ નજીક વાડા તાલુકાના ઉચાટ ગામમાં એક પરિણીત બોયફ્રેન્ડ લગ્ન માટે તૈયાર ન હોવાથી યુવતી 50 ફૂટ ઊંચા વીજ ટાવર પર ચઢી ગઈ હતી. લગભગ બે કલાક સુધી ચાલેલા આ ડ્રામા બાદ, જ્યારે યુવકે તેની પત્નીને છૂટાછેડા આપીને લગ્ન કરવાનું વચન આપ્યું, ત્યારે યુવતી નીચે ઉતરી. આ ઘટનાને કારણે પોલીસ અને સ્થાનિક લોકોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો.