ટીમ ઈન્ડિયા છોડ્યા બાદ રેયાન ટેન ડોશેટને IPLમાંથી મોટી ઑફર
ટીમ ઈન્ડિયા છોડ્યા બાદ રેયાન ટેન ડોશેટને IPLમાંથી મોટી ઑફર
Published on: 29th July, 2026

ભારતીય ક્રિકેટ ટીમના આસિસ્ટન્ટ કોચ પદેથી રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ નેધરલેન્ડ્સના પૂર્વ ઓલરાઉન્ડર રેયાન ટેન ડોશેટને નાઇટ રાઇડર્સ સ્પોર્ટ્સ દ્વારા 'હેડ ઓફ ક્રિકેટ સ્ટ્રેટેજી' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ KKR સહિત ગ્લોબલ ફ્રેન્ચાઇઝીઓમાં સ્કાઉટિંગ અને પ્લેયર રિક્રુટમેન્ટની કમાન સંભાળશે. 2011 થી KKR સાથે જોડાયેલા ટેન ડોશેટ 2012 અને 2014માં IPL જીતનાર ટીમનો ભાગ હતા. વ્યસ્ત શેડ્યૂલને કારણે તેમણે ટીમ ઈન્ડિયા છોડી હતી.