દેશની પ્રથમ 'કાર્ગો' વંદે ભારતનું સ્પીડ ટ્રાયલ
દેશની પ્રથમ 'કાર્ગો' વંદે ભારતનું સ્પીડ ટ્રાયલ
Published on: 12th September, 2026

દેશની પ્રથમ વંદે ભારત ફ્રેટ EMU ટ્રેનનું હવે સબરમતીથી મુંબઈ વચ્ચે સ્પીડ ટ્રાયલ શરૂ થયું છે. આ ટ્રેન વંદે ભારત પેસેન્જર ટ્રેનની ટેક્નોલોજી પર આધારિત છે અને ઉચ્ચ મૂલ્ય ધરાવતા તથા સમયસંવેદનશીલ માલ-સામાન માટે બનાવવામાં આવી છે. કોટા ખાતે 130 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે સફળ ટ્રાયલ બાદ, હવે સબરમતી-મુંબઈ રૂટ પર તેની કામગીરી અને સલામતી તપાસવામાં આવશે. 16 કોચની આ સેલ્ફ-પ્રોપેલ્ડ ટ્રેનમાં દવાઓ અને ખાદ્ય પદાર્થો માટે કોલ્ડ-ચેન સુવિધા તથા 'કવચ' જેવી આધુનિક સુરક્ષા વ્યવસ્થા પણ છે.