મુંબઇના કલ્યાણમાં રખડતા કૂતરાનો કહેર: ૭ કલાકમાં ૧૩૦ લોકોને કરડયા
મુંબઇના કલ્યાણમાં રખડતા કૂતરાનો કહેર: ૭ કલાકમાં ૧૩૦ લોકોને કરડયા
Published on: 11th August, 2026

મુંબઇના કલ્યાણ પશ્ચિમના આધારવાડીથી ખડકપાડા વિસ્તારમાં એક રખડું સફેદ કૂતરાએ માત્ર સાત કલાકમાં ૧૩૦થી વધુ લોકોને કરડીને ભયાનક આતંક મચાવ્યો. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રુકિમણીબાઇ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો, જ્યાં ૨૫ લોકોને દાખલ કરાયા અને બે બાળકોની હાલત ગંભીર હોવાથી તેમને મુંબઇની સાયન હોસ્પિટલમાં ખસેડાયા. પાલિકા ટીમે મોડી રાત્રે દોઢ વાગ્યે આ કૂતરાને પકડયો.