તહેવારો પહેલાં ખાંડના ભાવ વધતાં મીઠાઈઓ અને ચોકલેટ્સ મોંઘી થવાની ભીતિ
તહેવારો પહેલાં ખાંડના ભાવ વધતાં મીઠાઈઓ અને ચોકલેટ્સ મોંઘી થવાની ભીતિ
Published on: 08th September, 2026

છેલ્લાં ત્રણ-ચાર મહિનામાં ખાંડ અને ગોળના ભાવમાં ૨.૭ ટકાનો વધારો થતાં મીઠાઈઓ, ચોકલેટ્સ સહિત ખાંડ-ગોળમાંથી બનતી પ્રોડક્ટ્સ મોંઘી થઈ ગઈ છે. આ કારણે ગણેશ ચતુર્થીથી લઈને દિવાળી સુધીની મીઠાઈઓ મોંઘી પડશે. તહેવારો પહેલાં દેશમાં મીઠાઈઓના ભાવમાં ૬-૭ ટકાનો વધારો થવાની શક્યતા છે, જે ગરીબ અને મધ્યમવર્ગના બજેટને અસર કરશે. રિટેઈલ ખાંડનો ભાવ ૬૨.૫૭ રૂપિયા હોવા છતાં, ગોળના ભાવમાં પણ વધારો થયો છે. આ કારણે મીઠાઈ બનાવટના ભાવમાં ૬.૦૮ ટકાનો વધારો થયો છે.