વડોદરા શહેરમાં ત્રણ દિવસમાં મારામારીના ત્રણ બનાવો
વડોદરા શહેરમાં ત્રણ દિવસમાં મારામારીના ત્રણ બનાવો
Published on: 10th August, 2026

વડોદરામાં યાત્રાઓ દરમિયાન મારામારીની ઘટનાઓ ચાલુ રહી છે. આજે સોમાતળાવ ચાર રસ્તા ખાતે વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ. ગઈકાલે શનિવારે રાત્રે ગણેશજીની આગમન યાત્રા દરમિયાન ન્યાય મંદિર પાસે પણ આવી જ ઘટના બની, જેનો વીડિયો વાયરલ થયો. આ પહેલા બે દિવસ અગાઉ દશામાની આગમન યાત્રામાં પણ આવા જ મારામારીના બનાવ બન્યા હતા. આ બનાવો શહેરમાં કાયદો-વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.