આસામના કછર જિલ્લામાં ૧૪ કરોડના ડ્રગ્સ સાથે બે ની ધરપકડ
આસામના કછર જિલ્લામાં ૧૪ કરોડના ડ્રગ્સ સાથે બે ની ધરપકડ
Published on: 24th August, 2026

આસામના કછર જિલ્લામાં ૧૪ કરોડ રૂપિયાની કિંમતની પ્રતિબંધીત યાબા ટેબલેટ સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આ માહિતી આપી છે. આ ધરપકડ અને જપ્તી સિલચરના દક્ષિણ કૃષ્ણપુર સ્થિત એક ભાડાના મકાનમાંથી કરવામાં આવી છે. પોલીસે ૭૦,૦૦૦ યાબા ટેબલેટ જપ્ત કરી છે, જે થાઇલેન્ડમાં 'ક્રેઝી મેડિસિન' તરીકે ઓળખાય છે. આ અત્યંત વ્યસનકારક દવા મેથામ્ફેટામાઇન અને કેફીનનું મિશ્રણ છે.