અનામત અને ક્રિમી લેયર મુદ્દે NDAના બે કેન્દ્રીય મંત્રી સામસામે
અનામત અને ક્રિમી લેયર મુદ્દે NDAના બે કેન્દ્રીય મંત્રી સામસામે
Published on: 31st August, 2026

બિહારમાં NDA ગઠબંધનમાં અનામતના વર્ગીકરણ ('કોટાની અંદર કોટા') અને 'ક્રિમી લેયર' મુદ્દે LJP (રામવિલાસ)ના ચિરાગ પાસવાન અને HAMના જીતન રામ માંઝી વચ્ચે તીવ્ર મતભેદ સર્જાયો છે. બંને નેતાઓ એકબીજા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે, જેના પગલે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) મેદાનમાં આવી છે. ભાજપે બંને નેતાઓને સંયમ રાખવાની અને NDAના હિતમાં કામ કરવાની કડક સૂચના આપી છે. ચિરાગ પાસવાનનું કહેવું છે કે અનામત સામાજિક ભેદભાવ પર આધારિત છે, આર્થિક નહીં, તેથી ક્રિમી લેયર લાગુ ન થવું જોઈએ.