આપત્કાલીન એલર્ટ માટે મુંબઈમાં વીડિયો વોલ!
આપત્કાલીન એલર્ટ માટે મુંબઈમાં વીડિયો વોલ!
Published on: 03rd September, 2026

મુંબઈમાં કોઈપણ આપત્કાલીન પરિસ્થિતિનો એલર્ટ હવે સેંટર ફોર ડિઝાસ્ટર મેનેજમેંટની ઈમારત પર લગાવવામાં આવેલી વીડિયો વોલ પર જોઈ શકાશે. આનાથી આપત્કાલીન વિભાગ સહિત મુંબઈ મહાપાલિકાની વિવિધ યંત્રણાઓ કટોકટીના સમયે ઝડપથી કાર્યવાહી કરી શકશે. મહાપાલિકા ટૂંક સમયમાં આ વીડિયો વોલ પ્રકલ્પ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરશે, જેમાં દેખભાળ, રિપેરિંગ, સોફ્ટવેર અને હાર્ડવેર મદદ સામેલ હશે. આ વીડિયો વોલ પર હવામાન ખાતા, ડોપલર રડાર, GIS સિસ્ટમ અને પાણીના પંપની સ્થિતિ જેવી મહત્વની માહિતી એકસાથે જોવા મળશે.