મમતા બેનર્જીના ૧૫ વર્ષના શાસનનો અંત, રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી.
મમતા બેનર્જીના ૧૫ વર્ષના શાસનનો અંત, રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી.
Published on: 07th May, 2026

પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજનો દિવસ (7 મે 2026) ઈતિહાસના પાના પર નોંધાઈ ગયો છે. રાજ્યપાલ આર.એન. રવિએ એક મોટો અને અણધાર્યો નિર્ણય લેતા પશ્ચિમ બંગાળ વિધાનસભાને ભંગ કરવાનો સત્તાવાર આદેશ આપી દીધો છે. કોલકાતા ગેઝેટમાં પ્રકાશિત આ નોટિફિકેશન સાથે જ મમતા બેનર્જીની સરકાર બંધારણીય રીતે બરખાસ્ત થઈ ગઈ છે અને તેઓ હવે મુખ્યમંત્રી રહ્યા નથી. આ સાથે જ મમતા બેનર્જીની 15 વર્ષ જૂની સરકારનો અંત આવ્યો છે.