મમતા માટે સહાનુભૂતિ રાખનારાઓ પણ નારાજ?
મમતા માટે સહાનુભૂતિ રાખનારાઓ પણ નારાજ?
Published on: 07th May, 2026

મમતા બેનર્જીએ ચૂંટણીમાં હાર બાદ પણ રાજીનામું આપવાનો ઇન્કાર કરતાં તેમના તટસ્થ ટેકેદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ચૂંટણી પંચ અને ગેરરીતિ અંગેની તેમની ટીકાઓ સાથે સહમત હોવા છતાં, રાજીનામું ન આપવાના નિર્ણયથી તેમની છબી ખરડાશે અને ભાજપને પ્રહારો કરવાની તક મળશે તેવી ભીતિ સેવાય રહી છે. જાણકારો મુજબ, મમતાના ઇન્કાર છતાં રાષ્ટ્રપતિ શાસન કે બંધારણીય સત્તા દ્વારા ભાજપ સરકાર બનાવી શકે છે. આ સ્થિતિમાં મમતા પાસે હવે માત્ર ન્યાયિક લડતનો જ વિકલ્પ બચ્યો છે.