ગુમ થયેલી મહિલા સુરતમાં જીવિત મળી
ગુમ થયેલી મહિલા સુરતમાં જીવિત મળી
Published on: 17th September, 2026

ઝારખંડ-રાંચી પોલીસને જે મહિલાના અપહરણ અને હત્યા બાદ લાશ સગેવગે કરવાનો ગુનો નોંધાયો હતો, તે બે સંતાનોની માતા સુરતમાં જીવિત મળી આવી છે. આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મને ટક્કર મારતો કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. પિતાએ દહેજ લોભી જમાઈ અને તેના ભાઈ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. મોબાઈલ લોકેશનના આધારે પોલીસે સુરત પહોંચી મહિલાનો ભેદ ઉકેલ્યો. શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને મહિલા ઘરેથી ભાગીને સુરત આવી ગઈ હતી.