ભારતીય ક્રિકેટ ટીમના નવા સ્પિન બોલિંગ કોચ: સચિન-ગાંગુલી સાથે રમેલા સાઈરાજ બહુતુલેની નિમણૂક.
ભારતીય ક્રિકેટ ટીમના નવા સ્પિન બોલિંગ કોચ: સચિન-ગાંગુલી સાથે રમેલા સાઈરાજ બહુતુલેની નિમણૂક.
Published on: 02nd June, 2026

અફઘાનિસ્તાન સામે 6 જૂનથી શરૂ થનારી ઐતિહાસિક ટેસ્ટ મેચ પહેલાં, ભારતીય ક્રિકેટ ટીમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. BCCI એ પૂર્વ ભારતીય સ્પિનર સાઈરાજ બહુતુલેને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના નવા સ્પિન બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. 53 વર્ષીય સાઈરાજે દિગ્ગજ ખેલાડીઓ સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી સાથે ક્રિકેટ રમી છે. તેમણે 1997 થી 2003 દરમિયાન ભારત માટે 2 ટેસ્ટ અને 8 વન-ડે મેચ રમી છે.