IPL 2026 જીત્યા બાદ RCBના Tim David પર પ્રતિબંધ, મેચ ફી પણ કપાતા ખળભળાટ
IPL 2026 જીત્યા બાદ RCBના Tim David પર પ્રતિબંધ, મેચ ફી પણ કપાતા ખળભળાટ
Published on: 01st June, 2026

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ IPL 2026નું ટાઈટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને RCBએ સતત બીજી વખત IPL ટ્રોફી જીતી છે. જોકે, આ ભવ્ય જીતની ઉજવણી વચ્ચે, ટીમના સ્ટાર ખેલાડી Tim David પર એક મેચનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મેદાન પર નિયમોના ઉલ્લંઘનને કારણે BCCI એ આ નિર્ણય લીધો છે. Tim David પર અમ્પાયર તરફ આઇસ બેગ ફેંકવાનો આરોપ છે, જેના પગલે તેમની મેચ ફી પણ કાપી લેવાઈ છે.