ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા, સીરિયા હિઝબુલ્લાહ સામે વધુ અસરકારક હોઈ શકે
ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા, સીરિયા હિઝબુલ્લાહ સામે વધુ અસરકારક હોઈ શકે
Published on: 16th June, 2026

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની નીતિ અને સૈન્ય કાર્યવાહી પર ફરી અસંતોષ વ્યક્ત કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે હિઝબુલ્લાહ સામે લડવામાં ઈઝરાયલ કરતાં સીરિયા વધુ અસરકારક હોઈ શકે છે. તેમણે બેરૂત હુમલા પર પણ નારાજગી વ્યક્ત કરી, જણાવ્યું કે નિર્દોષ નાગરિકોના જીવ જાય છે અને ઈમારતો તોડી પાડવી યોગ્ય નથી. ટ્રમ્પે દાવો કર્યો કે ઈઝરાયલની કાર્યવાહીથી ઈરાન સાથેની શાંતિ વાટાઘાટો અને પ્રદેશમાં તણાવ ઘટાડવાના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો હતો. જોકે, તેમણે નેતન્યાહૂ સાથે સારા સંબંધો હોવાનું જણાવ્યું.