અમેરિકા-ઈરાન યુદ્ધ: ભારતમાં ક્યાં કેવું નુકસાન થઈ શકે?
અમેરિકા-ઈરાન યુદ્ધ: ભારતમાં ક્યાં કેવું નુકસાન થઈ શકે?
Published on: 09th July, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થતાં મિડલ ઈસ્ટમાં તણાવ વધી ગયો છે. હોર્મુઝ જળમાર્ગમાં અવરોધ ઊભો થવાની આશંકા છે, જે દુનિયાના 20% ઓઈલ સપ્લાય માટે મહત્વનો છે. આની અસર ભારતના પેટ્રોલ-ડીઝલ અને LNG ગેસ સપ્લાય પર પડશે, જેનાથી ઈંધણની અછત સર્જાઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ મોંઘું થતાં ભારતનું આયાત બિલ વધશે અને મોંઘવારી વધશે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતાં ચીજવસ્તુઓ મોંઘી થશે અને શેરબજારમાં કડાકા સાથે રોકાણકારોને નુકસાન થઈ શકે છે.