ઇરાન પાસે પરમાણુ હથિયાર હશે તો સમગ્ર દુનિયા બંધક બની જશે, જર્મની પર ભડક્યા ટ્રંપ.
ઇરાન પાસે પરમાણુ હથિયાર હશે તો સમગ્ર દુનિયા બંધક બની જશે, જર્મની પર ભડક્યા ટ્રંપ.
Published on: 29th April, 2026

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જની આકરી ટીકા કરતા આરોપ લગાવ્યો છે કે મર્જ ઈરાનના પરમાણુ હથિયારો પ્રત્યે નરમ વલણ ધરાવે છે, જે વિશ્વ માટે ખતરનાક છે. ટ્રમ્પે જર્મનીની આર્થિક સ્થિતિને પણ નબળી ગણાવી હતી. બીજી તરફ, ચાન્સેલર મર્જે ચેતવણી આપી હતી કે ઈરાન ધાર્યા કરતા વધુ શક્તિશાળી છે અને અમેરિકા પાસે આ સંઘર્ષ પૂરો કરવાની કોઈ સ્પષ્ટ યોજના નથી. તેમણે હોર્મુઝની સામુદ્રધુનીમાં માઈન્સના જોખમ અંગે પણ વૈશ્વિક ચિંતા વ્યક્ત કરી હતી.