રાજનાથ સિંહ: આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો
રાજનાથ સિંહ: આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો
Published on: 29th April, 2026

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આપેલા નિવેદન પર આજે બુધવારે કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશનો આરોપ છે કે શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન(SCO)ની બેઠકમાં સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનને ક્લીનચીટ આપી દીધી. તેમણે આરોપ લગાવ્યો કે રાજનાથ સિંહે PM નરેન્દ્ર મોદીના નિર્દેશ પર આ પ્રકારનું કથિત નિવેદન આપ્યું છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આક્ષેપ કર્યો કે પાકિસ્તાનને લઈને ભારતે નવો દૃષ્ટિકોણ અપનાવ્યો છે, જે PM નરેન્દ્ર મોદીની અમેરિકાને ખુશ કરવાની નીતિનો હિસ્સો છે અને ચીન સામે સંતુલિત આત્મસમર્પણનો ભાગ છે.