શરીરના કુદરતી સંકેતોને રોકશો નહીં, ગંભીર બીમારીઓનું બની શકો છો ઘર
શરીરના કુદરતી સંકેતોને રોકશો નહીં, ગંભીર બીમારીઓનું બની શકો છો ઘર
Published on: 15th July, 2026

આજના સમયમાં લોકો સોશિયલ ગેધરિંગ્સ, ઓફિસ મીટિંગ્સમાં સભ્ય દેખાવા માટે ગેસ, છીંક, પેશાબ કે મલ ત્યાગ જેવા શરીરના કુદરતી વેગને રોકી દે છે. આ આદત શરૂઆતમાં સામાન્ય લાગે, પણ રોજિંદી બની તો શરીર માટે ઘાતક છે. આયુર્વેદ અનુસાર, શરીરના સંકેતોને લાંબા સમય સુધી દબાવવાથી સ્વાસ્થ્યને ગંભીર જોખમ થાય છે. નિષ્ણાતોના મતે, પેશાબ-મલ રોકવાથી કબજિયાત, બ્લેડર નબળું પડવું, કિડની રોગ, UTI, ગેસ રોકવાથી પેટમાં દુખાવો, એસિડિટી, છીંક-બગાસું રોકવાથી માથાનો દુખાવો, નર્વસ સિસ્ટમ પર દબાણ આવે છે.