માણસા તાલુકાના આજોલ ગામમાં શાળામાં ખોદકામ દરમિયાન પ્રાચીન સિક્કા મળ્યા
માણસા તાલુકાના આજોલ ગામમાં શાળામાં ખોદકામ દરમિયાન પ્રાચીન સિક્કા મળ્યા
Published on: 31st August, 2026

માણસા તાલુકાના આજોલ ગામની પ્રાથમિક શાળા નંબર-1 માં ખોદકામ દરમિયાન અચાનક પ્રાચીન સિક્કા મળી આવતા લોકોમાં આૃર્ય સર્જાયું છે. આ અંગે તાત્કાલિક મામલતદાર કચેરી અને પોલીસને જાણ કરવામાં આવતા અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી. તપાસ અધિકારીઓએ સિક્કા કબજે કરીને જરૂરી કાર્યવાહી કરી પંચનામું તૈયાર કર્યું. આ પ્રાચીન સિક્કાઓની વધુ તપાસ માટે પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવી છે. સિક્કા કેટલા જૂના છે અને કઈ ધાતુના બનેલા છે તે પુરાતત્વ વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.