સુરેન્દ્રનગર સી.યુ. શાહ હોસ્પિટલ ચૂંટણી
સુરેન્દ્રનગર સી.યુ. શાહ હોસ્પિટલ ચૂંટણી
Published on: 31st August, 2026

સુરેન્દ્રનગરની સી. યુ. શાહ મેડિકલ સેન્ટર (સી. જે. હોસ્પિટલ)ની રોટેશન મુજબની કાર્યવાહક મંડળની 5 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સત્તાધારી કાર્યવાહક પેનલના તમામ પાંચેય ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવી ક્લીન સ્વીપ કર્યું છે. બેલેટ પેપર પદ્ધતિથી યોજાયેલી આ ચૂંટણીમાં 798 મતદારોમાંથી 308 મતદારોએ મતદાન કર્યું હતું. કુલ 6 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા હતી, જેમાં ભાવેશભાઈ વોરાને સૌથી વધુ 275 મત મળ્યા હતા.