ધો.૯ થી ૧૨ના પાઠય પુસ્તકો ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજી પહોંચ્યા નથી
ધો.૯ થી ૧૨ના પાઠય પુસ્તકો ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજી પહોંચ્યા નથી
Published on: 06th June, 2026

નવું શૈક્ષણિક વર્ષ શરુ થવામાં ગણતરીના દિવસો બાકી છે, પણ ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે પાઠય પુસ્તકો હજી ગ્રાન્ટેડ સ્કૂલોમાં પહોંચ્યા નથી. ગુજરાત બોર્ડની ગ્રાન્ટેડ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના પુસ્તકો વિના મૂલ્યે અપાય છે. સામાન્ય રીતે મે મહિનાના અંત સુધીમાં પુસ્તકો મળી જાય છે, પરંતુ આ વખતે વિલંબ થતાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને આચાર્યો પણ ચિંતિત છે. શૈક્ષણિક વર્ષના પહેલા જ દિવસે વિતરણની યોજના ખોરવાઈ શકે છે.