CBSE 12મા ધોરણની પરીક્ષા: વેરિફિકેશન/રી-ઇવેલ્યુએશનની અંતિમ તારીખ લંબાવાઈ, પોર્ટલ પર સાયબર હુમલા સામે FIR
CBSE 12મા ધોરણની પરીક્ષા: વેરિફિકેશન/રી-ઇવેલ્યુએશનની અંતિમ તારીખ લંબાવાઈ, પોર્ટલ પર સાયબર હુમલા સામે FIR
Published on: 06th June, 2026

CBSE એ 12મા ધોરણના પરિણામ બાદ આન્સર શીટના વેરિફિકેશન અને રી-ઇવેલ્યુએશન માટે અરજી કરવાની અંતિમ તારીખ 6 જૂનથી લંબાવીને 7 જૂન કરી દીધી છે. વિદ્યાર્થીઓને વધુ સમય આપવા અને તાંત્રિક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. CBSE એ 2 જૂને ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું હતું, જેના પર સાયબર હુમલાની ઘટના બની છે. આ મામલે FIR નોંધાઈ છે અને દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. 63,119 રી-ઇવેલ્યુએશન અરજીઓ મળી છે.