PF ધારકો માટે ખુશીના સમાચાર: 35 કરોડ ખાતામાં વ્યાજ જમા
PF ધારકો માટે ખુશીના સમાચાર: 35 કરોડ ખાતામાં વ્યાજ જમા
Published on: 16th July, 2026

નોકરી કરતા PF ખાતાધારકો માટે સારા સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા અંદાજે 35 કરોડ PF ખાતાધારકોના ખાતામાં વ્યાજના નાણાં જમા કરી દેવામાં આવ્યા છે. આ વખતે PF પર 8.25% ના દરે વ્યાજ આપવામાં આવ્યું છે. તમે ઘરે બેઠા સરળતાથી તમારા PF એકાઉન્ટમાં વ્યાજ જમા થયું છે કે નહીં તે ચેક કરી શકો છો. EPFO દ્વારા વ્યાજ જમા થયાના SMS પણ મોકલાઈ રહ્યા છે. જો તમને SMS ન મળ્યો હોય, તો તમે સત્તાવાર પાસબુક પોર્ટલ પર જઈને લોગિન કરીને તમારું બેલેન્સ ચેક કરી શકો છો.