શું UPI આઇડી જાણવાથી બેંક ખાતું ખાલી થઈ શકે?
શું UPI આઇડી જાણવાથી બેંક ખાતું ખાલી થઈ શકે?
Published on: 20th September, 2026

ઓનલાઇન ડેટા લીકેજની ચિંતાઓ વચ્ચે, યુપીઆઇ આઇડી જાણવાથી ખાતું ખાલી થવાનો ભય રહે છે. વાસ્તવમાં, યુપીઆઇ આઇડી એ બેંક ખાતા નંબર જેવું જ છે, જે ઓનલાઇન પેમેન્ટ મેળવવા માટે શેર કરવું જરૂરી છે. આ માહિતી શેર કરવા માટે જ ડિઝાઇન થયેલી છે. જોકે, હેકર્સ આ માહિતીનો દુરુપયોગ કરી શકે છે. ભૂતકાળમાં ‘ક્લેક્ટ રિકવેસ્ટ’ દ્વારા આવું શક્ય હતું, પરંતુ હવે તેના પર પ્રતિબંધ છે. તેથી, આપણી સજાગતા જ સૌથી મહત્વપૂર્ણ છે.